Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર માટે ભરતી શિબિરનું આયોજન

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી મોરબી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર ભરતી આયોજનનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં તા. ૨૦ ના રોજ અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર, તા. ૨૧ ના રોજ મહર્ષિ દયાનંદ વિધાલય ટંકારા, તા. ૨૨ ના રોજ કે પી હોથી ઉ.માં. શાળા સરવડ, તા. ૨૩ ના રોજ હળવદ અને તા. ૨૪ ના રોજ વીસી ટેકનીકલ હાઈસ્કૂલ મોરબી ખાતે સવારે ૧૦ થી બપોરે ૪ કલાક સુધી શિબિર યોજાશે

ભરતી અધિકારી મૃત્યુંજય કુમારની યાદીમાં જણાવ્યા અનુસાર ઉમેદવારની ઉમર 21 થી 36 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10 પાસ, ઊચાઇ 168 સે.મી, વજન 56 કિ.લો, છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદરોસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધાજ ડોકયુમેંટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈzના ફોટા,આધારકાર્ડ, બૉલપેન લઈને હાજર રહેવું.

પાસ થનાર ઉમેદવાર ભરતી સથળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા (ગાંધીનગર) માં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ,મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર,બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા જવાન ની સેલરી રૂ|. 12,000/- થી 15,000/- સુરક્ષા સુપરવાઈજર માટે રૂ|. 15,000/- થી 18,000/- અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો. પ્રોમોશન, પી. એફ., ઇ. એસ. આઈ., ગ્રેસ્યુઈટી , મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat