


મોરબી રાજપૂત સમાજ દ્વારા વિજય દશમીની ઉજવણી કરવામાં આવશે.રજપૂતો માટેના ગૌરવ સમાના તહેવાર એટલે વિજય દશમી અધર્મ પર ધર્મનો વિજય.મોરબી જીલ્લામાં વસતા તમામ રાજપૂત ભાઈઓને શસ્ત્ર પૂજન કાર્યક્રમ તા.૩૦ ને શનિવારના રોજ બપોરના ૨:૩૦ મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠે મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે.મોરબી રાજપૂત સમાજ દ્વારા ફૂલ હાર કરી પ્રોસેશન નીકળી મોરબી ના મુખ્ય રસ્તાઓ પર થી પસાર થઈને શનાળા શક્તિ માતાના મંદિરે પહોચશે.જ્યાં માતાજીના સાનિધ્યમાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવશે.તેમજ રાજપૂત સમાજનાં બહેન-દીકરીઓ સમાજની પરંપરા અનુસાર રાસ ગરબા લઇ શકે તે માટે શરદ પૂર્ણિમાના દિવસે તા.૫ ને ગુરુવારે રાત્રે ૯ કલાકે દરબારગઢ ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
ઉપરોક્ત બને કાર્યર્ક્ર્મોની રૂપરેખાની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ ૨૪ને રવિવારના સાંજે ૪:૩૦ વાગ્યે શક્તિ માતાજીના મંદિરે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.આ મીટીંગમાં તમામ કારોબારી સભ્યોને હાજર રહેવા મોરબી રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા તથા મહામંત્રી મહાવીરસિંહ જાડેજા દ્વારા વિનંતી કરવામાં આવી છે.

