



મોરબી આયોજિત નવરાત્રી ડાંડિયા કલાસીસ જે બી.કોમ ,બી.બી.એ.,એમ.કોમ,અભ્યાસક્રમમાં અભ્યાસ કરનારા વિધાર્થીઓ માટે કોલેજ દ્રારા નીશુકલ ડાંડિયા કલાસીસનું આયોજન કરેલ છે.જેમાં કુલ ૧૫૦ થી પણ વધુ વિધાર્થી ભાઈ બહેનો આ કલાસીસમાં જોડાય છે.ઉપરોકત કલાસીસ ની તૈયારી માટે કોલેજના પાધ્યાપક હિતેન્દ્રભાઈ તથા નીરવભાઈ પોતાનો સમય વિધાર્થી માટે ફાળવે છે.સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા પ્રિન્સિપાલ ડો.રવીન્દ્ર ભટ્ટ ની પ્રેરણાથી કોલેજ ના વિધાર્થીઓને નવરાત્રી પહેલા આવા કલાસીસ લાભ વિના મુલ્ય મળવાથી વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વિધાર્થીઓમાં નવરાત્રી ના ગરબા ઘૂમવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે.

