મોરબીમાં ખાદી ગ્રામ ઉધોગ દ્વારા એકઝીબીશનનું આયોજન

ખાદી ગ્રામ ઉધોગ સંધ “સમન્વય” દ્વારા મોરબીમાં શનાળા રોડ પર સરદાર બાગ નજીક ખાદી ઉધોગ એક્ઝીબીશન રાખવામાં આવ્યું છે આ એક્ઝીબીશન ૧૦ દિવસ ચાલનાર છે જેમાં ખાદી માંથી બનતી ઘર વપરાશ તથા લેડીસ-જેન્ટ્સને લગતી વસ્તુ જેવી કે શર્ટ-કુર્તી જેવી વિવિધ આઈટમો ઉપરાંત પંતજલી પ્રોડક્ટ,સર્ટીફાઈડ ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો,શુદ્ધ ઔંષધીયુકત સાબુ-શેમ્પુ તથા લોન્ડ્રી સોપ,પાવડર,લીક્વીડ,અગરબતી,મધ,શરબત,ધી,લેધર આઈટ,તલ તેલ,કોપરેલ તેલ જેવા વિવિધ તેલ અને ગીફટ આર્ટીકલ,ચંદન પાવડર તથા કાષ્ટ જેવી વિવિધ વસ્તુઓ રાખવામાં આવી છે.તેમજ આ એકઝીબીશનનું ઉદધાટન જીલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ એક્ઝીબીશનની જહેમત ચંદ્રકાન્તભાઈ ત્રિવેદી ઉઠાવી રહ્યા છે તેમજ ચંદ્રકાન્તભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ૧૦ દિવસ ચાલનાર એકઝીબીશનમાં ૨૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેથી મોરબીવાસીઓને આ એક્ઝીબીશનનો લાભ લેવા માટે જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat