

ગાય માતા ની સેવામાં લોકો જુદી જુદી રીતે બજાવતા હોય છે.જેમાં મોરબી જિલ્લા ના હળવદ તાલુકા માં રામ ગૌ શાળાના લાભાર્થ માટે હળવદ ના ગૌ ભક્તો આવા તહેવારોમાં પોતે કઈક મહેનત કરી ને ગાય માતાની સેવા કરતાં હોય છે.જેમાં નજીક ના તહેવાર દિવાળીમાં ફટાકડા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું .તેમાં જે પણ આવક થશે તે ગૌ શાળાના લાભાર્થમાટે વાપરવામાં આવશે. જેમાં ભાવેશભાઈ ઠક્કર સહિત ના ગૌ ભકતો રાત-દિવસ ગાય માતાની સેવામાં રહે છે. જેઓ અંપગ.ઘાયલ , બીમાર પશુઓ તાત્કાલિક સેવા આપવા ગૌ ભકતો હાજર રહે છે.