


૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારતના ક્રાંતિકારી યુવાનો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એ ત્રણ યુવાનોને ફાંસીની સજા આપવામાં આવી હતી ત્યારે શહીદ દિન નિમિતે મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી
જેમાં આઝાદીના ઇતિહાસમાં અનેરું પાત્ર શહીદ ભગતસિંહ, ભારત સ્વતંત્રતા સંગ્રામ અને ભારત ક્રાંતિકારી ચળવળ એ ત્રણ વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં વિવિધ શાળાના ૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધાના વિજેતાને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. બાળકોમાં નાનપણથી જ દેશના ક્રાંતિવીરો વિષે માહિતી મળે અને આવતીકાલનું ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ દેશ ભક્તિને રંગે રંગાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણી દેવેનભાઈ રબારી અને દિનેશભાઈ વડસોલાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી

