Billboard ad 1150*250 Billboard ad 1150*250

19,300 ફીટ પર સાઇકલથી પહોંચવા વાળા પ્રથમ નાગરિક બન્યા પિયુષ મોંગા અને એમની ટીમ !

વિશ્વનાં સૌથી ઊંચા મોટરેબલ પાસ – ” ઉમલિંગ લા ” પર પહોંચ્યા ટીમ “યુથ અગેઇન્સ્ટ રેપ” ના પીયૂષ મોંગા, યોગેશ રાવલ, અક્ષય ભગત, સુમિત ડાંગી, અને સંજય શ્રીકુમાર.
એમણે મિશન #RapeMuktBharat ની અંદર 50000 કિલોમીટર સાઇકલ દરમિયાન આ વિશ્વ વિક્રમ સર્જ્યો !

બળાત્કાર એ એવો વિષય છે જેના પર લોકો વાત કરવામાં ખચકાય છે , પણ આ સંગઠન (યુથ અગેઇન્સ્ટ રેપ) એ આ નેક કામ માટે એક ક્રાંતિકારી આંદોલન શરું કર્યું છે

આ યાત્રા બોર્ડર રોડ સંગઠન(BRO) , લેફટીનેન્ટ જનરલ રાજીવ ચૌધરી (બીઆરઓ મહાનિર્દેશક) , લેફટીનેન્ટ કર્નલ આલોક ઓસી અને ટીમ 93 આરસીસી ની મદદ થકી સંભવ થઈ શકી છે. ટીમ યુથ અગેઇન્સ્ટ રેપ એમના સતત માર્ગદર્શન અને પ્રેરણા માટે આભારી છે

આ યાત્રા એટલી ય સરળ નહોતી કારણ કે “ઉમલિંગ લા” સમુદ્ર તટ થી 19,300 ફીટ ઉપર છે , આ જગ્યા માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ અને સિયાચીન ગ્લેશિયર થી પણ ઊંચી છે ,અહિયાં નો તાપમાન શિયાળા માં -40 ડીગ્રી સેલ્શિયસ થી પણ નીચું હોય છે અને ઓક્સિજન 50% થી ઓછો થઈ જાય છે, એટલે જ અહીંયા ઓક્સિજન અને પાણીની ઓછપ ને કારણે સંગઠન સમૂહ ને માનસિક તેમજ શારીરિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો, તે વચ્ચે માંદા પડ્યા છતાંય તે સ્થગિત ન થયા કારણ કે તેમના મન માં રાષ્ટ્ર પ્રત્યે ની ભાવના દ્રઢ હતી અને એક સાચા ભારતીય હોવાનો ફરજ નિભાવ્યો

મોટરસાયકલ ગર્લ નામના થી પ્રસિદ્ધ “કંચન ઉગુરસંડી” એ પુરે પુરી મદદ કરી હતી

આ પાંચ યુવાનો એવા લોકો માટે પ્રેરણા બન્યા છે જે બળાત્કાર અને ખોટા આરોપો સામે અવાજ ઉઠાવવાનું વિચારી પણ સકતા નથી , એમણે સમગ્ર ભારત ને ગૌરવાન્વિત કર્યો છે અને દેશના યુવાનો માટે “યુથ અગેઇન્સ્ટ રેપ” ની સાથે #RapeMuktBharat માટે એક પ્રેરણાસ્ત્રોત સાબિત થયો છે

આ મિશન નો ભાગ બનવા સંપર્ક કરો : http://www.yaifoundation.org

Comments
Loading...
WhatsApp chat