

પીપળી ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું છે કે પીપળીની હદમાં અવાવરૂ અને માથાભારે તત્વો દ્વારા દારૂ-દેહ વેપારને લગતી પ્રવૃતિઓ ચાલે છે. ગામના લોકો તેમજ પંચયાત રૂબરૂ ઘણી વખત ચેતવણી આપવા છતાં માથાભારે તત્વો બેફીકર છે. તેમજ પોલીસ અધિકારીને પૂરતા પૈસા આપતા હોવાનું જણાવે છે. પીપળી ગામે જુદા જુદા વિસ્તારો જેવા કે મનીષ કાંટા નજીક, અમૃત સિમેન્ટ બાજુમાં, ક્રિકેટ ગ્રાઉન્ડ ૨૨૦ કેવી પાવર હાઉસની પાછળના ભાગમાં ૬-૭ માસથી આવા કૃત્યો ચાલી રહ્યા છે. પીપળી ગામમાં એક હત્યાનો બનાવ થયેલ હોય, હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને રોષે ભરાયેલા હોય જેથી હળવદ જેવો બનાવ બને તેવી પરિસ્થિતિ ના થાય તે માટે આવા શખ્શો વિરુદ્ધ અટકાયતી પગલા લેવા તેમજ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે. આ બાબતે ટૂંક સમયમાં નિકાલ ના થાય તો જનતા રોષે ભરાયેલ હોવાથી જનતા રેડ થશે જેથી અસામાજિક પ્રવૃતિઓ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.