મોરબીની ભારતી વિધાલયમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબીની ભારતી વિદ્યાલય ખાતે ચિત્ર(રંગોળી) સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પાશ્વાન પૂજા કે જેણે ‘બેટી બચાવો’ નો મેસેજ આપતું ચિત્ર દોરેલ હતું,દ્રિતીય ક્રમે સોલંકી હેતલ કે જેણે ‘મોર’ની કૃતિ આબેહૂબ રજુ કરી હતી,તેમજ તૃતીય ક્રમે ટાંક ખુશી કે જેને ‘ફ્રી હેન્ડ’ દ્વારા બેસ્ટ મેસેજ આપવામાં આવ્યો હતો.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને શાળા ના સ્ટાફ પરિવાર તથા સંચાલક હિતેષભાઇ મહેતા એ ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat