


મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય અને બાળકોની કલાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વકર્મા ફાઉન્ડેશન વિશ્વકર્મા મહિલા પ્રગતિ મંડળ અને સિંહસ્થ સેના દ્વારા આગામી તા. ૧૫ ને રવિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે લુહાર જ્ઞાતિ બોર્ડીંગ એન્ડ ભોજનશાળા શનાળા રોડ મોરબી ખાતે ચિત્ર સ્પર્ધા યોજાશે જેમાં ત્રણથી પંદર વર્ષના બાળકો ભાગ લઇ શકશે. બાળકોને ઉત્સાહિત કરવા તેમજ આંતરિક બુદ્ધિ ખીલવવા માટે ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે ચિત્ર સ્પર્ધામાં જ્ઞાતિના બાળકોએ ભાગ લેવા સંસ્થાના મયુર પિત્રોડાએ અનુરોધ કર્યો છે.

