ઉમા વિદ્યા સંકુલના ભૂલકાઓ માટે પીકનીક, વિવિધ રાઇડ્સનો આનંદ લૂંટ્યો

ઉમા વિદ્યા સંકુલના કે.જી.ના 130 થી પણ વધુ ભૂલકાઓને મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ડ્રિમલેન્ડ પાર્ક ખાતે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓ મન મુકીને તેમના ક્લાસમેટ સાથે હિંચકા, લપસીયા, ઝૂલતો પુલ જેવી અનેક રાઇડો પર આનંદ કર્યો હતો.

આ સંપૂર્ણ પિકનિકની જહેમત ઉમા વિદ્યા સંકુલના કે.જી.વિભાગના શિક્ષકોએ ઉઠાવી આ આયોજનને સફળ બનાવ્યું હતું હતું, આ સફળ પિકનિક બદલ પ્રમુખ અશ્વિનભાઈ અધારા તેમજ પ્રિન્સિપાલ હિતેશભાઈ સોરીયાએ તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat