


હળવદ તાલુકાના પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા ડિવિઝનના અધિકારી એ, બી, વસાવા ને આવેદનપત્ર આપ્યુ હતું જેમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમારી માંગણી સંતોષાય નથી જો આગામી દિવસોમાં સ્વીકાર માં નહી આવે તો તા17/6/18 ને રવીવાર રાત્રે 12કલાક થી દરેક પી.જી.વી.સી.એલ કોન્ટ્રાકટર. જેવા કે લાઈન કામ .ગાડી ,મીટર સર્વીસ ,પોલ નંબરીગ ,એમ દરેક કોન્ટ્રાકટરો એ કામકાજ યુધ્ધ ના ધોરણે બંધ કરી તેમજ તારીખ. 18/6/18 નારોજ સવારે 10 00 કલાકેમહા સંમેલન તેમજ ધરણાં કાર્યક્રમ જોડાશે તો દરેક પી.જી.વી.સી.એલ કોન્ટ્રાકટર 18 મી થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જશે ચીમકી આપતા સન્નાટો છવાઈ ગયો છે
હળવદ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર વિજયભાઇ પટેલ,રાજભા પઢિયાર, બિપીનભાઈ ગોસાઈ, મનોજ ગોપાણી, મહિપાલ ડાભી,દાજીભાઈ,સુરેશભાઈ,જનકભાઈ સહીતના ઉપસ્થિત રહ્યાં હતા,

