મોરબીમાં ઉર્જા બચાવવા માટે પીજીવીસીએલ દ્વારા જાગૃતિ સેમીનાર સંપન્ન

વીજકંપની દ્વારા ગ્રાહકોમાં ઉર્જા બચત અંગે જાગૃતિ આવે તેમજ ઉર્જા બચાવવાના વિવિધ ઉપાયો સૂચવવા માટે આજે ઉર્જા બચત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વેપારીઓ, ગ્રાહકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આજે પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબી દ્વારા ઉર્જા બચત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.એન. ભલાણી, અધિક કલેકટર કેતન જોષી, પીજીવીસીએલના એન.જી. હુંબલ અને ચેમ્બર ઓફ કોમર્સના બેચરભાઈ હોથી, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા  તેમજ વેપારીઓ, ગ્રાહકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ તકે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ઉર્જા બચત વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ઉજાલા બલ્બ, એલઇડી લાઈટ અને એનજી સેવિંગ પંખા વિતરણ યોજનાની માહિતી આપવમાં આવી હતી તેમજ વિવિધ વીજ ઉપકરણો ફાઈસ્ટાર રેટિંગ અપનાવવાથી વીજળીની બચત કરી સકાય છે તેવી માહિતી પૂરી પાડી હતી.

Comments
Loading...
WhatsApp chat