

મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કોમર્સ અને સાહિત્ય ની વિચાર ગોષ્ટી યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં વિધાયર્થીઓ ભાગ લીધો હતો
મોરબીની અગ્રણી પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી મોરબીના જાણીતા બાળરોંગ નિષ્ણાત અને સાહિત્યવિદ તરીકે નામના ધરાવતા ડો.સતિષ પટેલની સાહિત્ય ગોષ્ઠી યોજાઈ હતી. જેમા મુખ્ય મુદા તરીકે કોમર્સ અને સાહિત્ય હતો. આ તકે ડો.સતિષભાઈ પટેલે કોમર્સ અને સાહિત્યનો સંગમ જીવનમાં સફળતાના દ્વાર કેવી રીતે ખોલે છે તેની આગવી શૈલીમાં છણાવટ કરી સૌ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આચાર્ય ડૉ. રવિન્દ્ ભટ્ટ અને વરિષ્ઠ પ્રાધ્યાપક જિનદાસ ગાંધી તેમજ અનિલભાઈ કંસારા પણ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગોચિત્ત ઊદબોધન કર્યું હતુ. આ કાર્યક્રમ માં કોલેજના તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંતમાં સંસ્થા ના આચાર્ય ડો. રવિન્દ્ ભટ્ટે તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.