પી.જી.પટેલ કોલેજના વિધાર્થી ચિંતનભાઈ મહેતાએ પ્રથમ પ્રયાસમાં નેટની પરિક્ષા પાસ કરી

દેશમાં નેટ(NET)ની પરિક્ષા મુશ્કેલ ગણાય છે.ત્યારે મોરબી પી.જી.પટેલ  કોલેજના વિધાર્થીએ પરિક્ષા પાસ કરી  કોલેજ તથા મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મોરબીના સામાકાંઠાના રહેવાસી અને હાલ પી.જી.વી.સી.એલ માં ફરજ બજાવતા ચિંતન મહેતાએ વર્ષ ૨૦૧૫ માં પી.જી.પટેલ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ ૨૦૧૭ માં એમ.કોમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.ચિંતનભાઈને શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવવાની તમ્મના સાથે પ્રથમવાર સીબીએસઈ દ્વારા લેવામાં આવતી નેટ(NET)ની પરિક્ષા આપી હતી અને તાજેતરમાં નેટ(NET)નું પરિણામ જાહેર  થયું હતું.ચિંતનભાઈ પ્રથમવાર પરિક્ષા આપીને સફળતા મેળવતા તેના પરિવાર અને કોલેજમાં ખુશીનું મોજું ફેલાઈ ગયું છે.નેટ(NET)ની પરિક્ષામાં પ્રથમ પ્રયાસમાં  ચિંતનભાઈ સફળતા પૂર્વક પાસ થતા કોલેજ પરિવાર, સાથી મિત્રો, પરિવારજનો તેમના પર શુભેચ્છાનો વરસાદ વર્ષાવી રહ્યા છે. તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી ચિંતનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ……..

Comments
Loading...
WhatsApp chat