ધ્યેય નક્કી કરો તો હિમાલય પણ નાનો દેખાય

પી.જી.પટેલ કોલેજમાં બીબીએના છાત્રોનો યોજાયો સેમિનાર

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં બીબીએના છાત્રોનો સેમિનાર યોજાયો હતો. જેમાં છાત્રોને પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને માર્કેટિંગ વિશે જણાવાયું હતું. દોઢ કલાકના સેમિનારમાં દિગન્તભાઇ ભટ્ટે છાત્રોને એક ઉચ્ચ ધ્યેય નક્કી કરી ત્યાં સુધી પહોંચવા માટે જણાવ્યું હતું. ધ્યેય નક્કી કરો તો હિમાલય પણ ચઢવામાં નાનો દેખાય તો દરેક વ્યક્તિએ ધ્યેયને વળગી રહેવું જોઈએ. માર્કેટિંગ એ ચેલેન્જ છે, આપણે એ ચેલેન્જને સ્વીકારવાની છે. આ સેમિનારમાં ટ્રસ્ટી દેવકરણભાઇ આદ્રોજા, પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ સહિતનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સેમિનારને સફળ બનાવવામાં પ્રો. કેતન કડીવાર, હેમાંગ ઠાકર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat