મોરબી જીલ્લાના ખેડૂતો માટે મળવાપાત્ર સહાય, સુરત ઓફીસ તોડી નાખવા અંગે આવેદન

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદન પાઠવ્યું

મોરબી જીલ્લાના વાંકાનેર અને ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત તરીકે જાહેર કરી મળવા પાત્ર સહાય આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૦ થી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની ખેડૂતોને પાકનો વીમો આપતી યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નું પ્રીમીયમ ચૂકવવાનું બંધ કર્યું છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી છે જે ગુજરાતના તમામ ખેડૂતો માટેની યોજના છે ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન પ્રમાણે જે તાલુકામાં ચોમાસું શરુ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળા માં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા વરસાદ થયો ના હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય જેને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

ગુજરાત સરકારની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની વેબ્સાઈટ પ્રમાણે વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના વરસાદના આંકડા પણ સાથે આપેલ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાયની જોગવાઈ કરવામાં આવી છે જેથી મોરબી જીલ્લા કલેકટર નિયમ મુજબ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલે અને રાજ્ય સરકાર વાંકાનેર, ટંકારા અને અન્ય તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરી મળવા પાત્ર સહાય ચુકવે તેવી માંગ કરવામાં આવી છે
સુરત ઓફીસ તોડી પાડવા અંગે આવેદન

ઉપરાંત ખેડૂત સમાજ ગુજરાતના હોદેદારોને પોલીસ દ્વારા ડીટેન કરી તેમની ગેરહાજરીમાં કાયદેસર કરારથી લીધેલ સુરતની ઓફીસ તોડી નાખવા અને રાજકીય ઈશારે ખેડૂત હિતમાં ખેડૂતોને અને ખેતી માટે ઝઝુમતા આગેવાનો સામે કિન્નાખોરી રાખી ભરવામાં આવેલ પગલા સામે રાજ્યના ખેડૂતોનો વિરોધ કરવા તેમજ તટસ્થ કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી હતી

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat