


વેપારીઓ અને હજારો વાહનચાલકોને દરરોજનો ત્રાસ
મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન ખદબદે છે આવો જ એક વિસ્તાર છે નવાડેલા રોડ જ્યાં કાયમી ગટર ઉભરાવવાની સમસ્યા જોવા મળે છે જોકે તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલ માટે કોઈ પગલા ના ભરાતા હોય જેથી ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે
મોરબીના નવાડેલા રોડ પર ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રાહિમામ વેપારીઓએ અનેક વખત પાલિકા તંત્રને રજુઆતો કરી છે જોકે પાલિકા તંત્રને સમસ્યાના ઉકેલમાં કોઈ રસ જ ના હોય તેમ સમસ્યા જેમની તેમ જોવા મળી રહી છે નવાડેલા રોડ પર ઉભરાતી ગટરને પગલે સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો વળી શહેરમાંથી સામાકાંઠે જવા માટે અહીંથી વનવે પસાર થતો હોય
જેથી દરરોજ હજારો વાહનચાલકો આ રોડ પરથી પસાર થાય છે અને ઉભરાતી ગટરના ગંદા પાણીના તલાવડામાંથી વાહનચાલકો અને રાહદારીઓને નાછૂટકે પસાર થવાની ફરજ પડે છે છતાં નીમ્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી અનેક રજુઆતો છતાં પાલિકા દ્વારા ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે કોઈ કાર્યવાહી કરી ના હોય જેથી વેપારીઓમાં રોષ સતત વધી રહ્યો છે