

હળવદમાં લોકોની સમસ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે.ઉબડ ખાબડ રસ્તા,ઉડતી ધૂળ,રસ્તા પર રખડતા ઢોર જેવી અનેક સમસ્યાનો હળવદવાસીઓ સામનો કરી રહ્યા છે આ મામલે હળવદના પ્રજાજનોએ પાલિકા તંત્રને અનેક વાર રજુઆતો કરી છતા પણ પાલિકા તંત્ર જાણે ધોર નિંદ્રામાં સુતું હોય તેવું લાગી રહ્યું છે.વધુમાં ભૂગર્ભ ગટરની કામગીરીમાં લોટપાણીને લાકડા જેવી ધાટ સર્જાયો છે હળવદમાં છેલ્લા ૫ વર્ષમાં ખુબ વિકાસ થયો પરંતુ ભૂગર્ભ ગટરની સમસ્યા હાલ થવાનું નામ જ લેતી નથી અને કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું જોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું છે.લોકોએ પાણી પુરવઠા બોર્ડમાં રજુઆતો કરવા છતા કોઈ કામ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ સ્વાઇન ફ્લુનો કહેર રાજ્યમાં વધી રહ્યો છે ત્યારે હળવદમાં પણ રોગચાળો ફેલાવાનો ભય નાગરિકોમાં સતાવી રહ્યો છે.હવે તો જોવાનું રહ્યું છે પાલિકા તંત્ર ક્યારે જાગશે અને લોકોની સમસ્યા હાલ થશે.