


મોરબીના પીપળી ગામે જાહેરમાં ઘણા સમયથી દેશી દારૂના વેચાય છે જે અંગે ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામજનોને સાથે રાખીને આ મામલે જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડાને લેખિત આવેદન પાઠવીને દારૂના હાટડાઓ બંધ કરાવવાની માંગ કરી હતી પરંતુ પીપળી ગામ નજીક ત્રણથી ચાર સ્થળે ખુલ્લેઆમ થતા દારૂનું વેચાણ રોકવામાં પોલીસતંત્ર નિષ્ફળ રહેતા આજે ગ્રામજનો ભેગા થયા અને દેશી દારૂની ભઠ્ઠી પર જનતારેડ કરવામાં આવી હતી જ્યાં ગ્રામજનોએ દારૂ બનાવવાની સામગ્રી, આથો અને તૈયાર દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.તો આ બાબતે પી.એસ.આઈ. ડાભી સાથે વાત કરતા તેમેણ કહ્યું હતું કે આ રેડની વાત ધ્યાનમાં આવી છે જે આરોપી હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે