Billboard ad 1150*250

મોરબી શહેરમાં મુખ્યમાર્ગો પર સતત ધૂળ ઉડવાની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ

0 185
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના જાગૃત નાગરિકોએ કરી કલેકટરને રજૂઆત

Post ad 2

        મોરબી શહેરમાં વાતાવરણમાં થતું પ્રદુષણ નિવારવા માટે યુવાનોએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. મોરબી શહેરમાં વાતાવરણનું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જેનાથી નાગરિકોના આરોગ્યના રક્ષણ માટે યોગ્ય કરવાની માંગ કરી છે

મોરબીના જાગૃત યુવાનો રવિભાઈ દેસાઈ, સુરેશભાઈ કાસુન્દ્રા, મેહુલભાઈ પટેલ, રાજેશભાઈ એરણીયાએ જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં દિન પ્રતિદિન વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે મોરબીના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહનો ચાલવાથી સતત ધૂળ ઉડતી રહે છે ત્યારે જો વાતાવરણની આવી જ સ્થિતિ રહી તો મોરબી શહેરના લોકોમાં શ્વાસ સંબંધી રોગો, ક્ષય, ચામડીના રોગો, આંખના રોગો વધશે જેથી આ પરિસ્થિતિમાં કાબુ મેળવવા શહેરના તમામ રસ્તા તાત્કાલિક રીપેરીંગ કરવા જોઈએ મોરબીમાં ભારે વરસાદથી તમામ રસ્તા તૂટી ગયેલ છે અને માટી નાખીને રીપેર કરવામાં આવ્યા છે જેથી ધૂળ ઉડે છે વધુમાં જણાવ્યું છે કે મોરબીમાંથી પસાર થતા માટી, રેતીના વાહનોને પણ ફરજીયાત તાલપત્રી લગાવવા અંગે નોટીફીકેશન બહાર પાડવું જોઈએ અને કેનાલ રોડ પર દિવસ દરમિયાન હેવી વાહનોને નો એન્ટ્રી કરીને લીલાપર રોડથી ઘુનડા શનાળા બાયપાસ વનવે કરી દેવો જોઈએ મોરબીના લોકોના આરોગ્યને ધ્યાને લઈને ઉડતી ધૂળને અટકાવવા તાત્કાલિક પગલા લેવામાં નહિ આઅવે તો ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat