



મોરબીના શનાળા રોડ પરની નીતિન પાર્ક સોસાયટીમાં પાણી વિતરણના ધાંધિયાથી કંટાળી ગયેલા લતાવાસીઓએ આજે પાલિકા કચેરીએ દોડી જઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી
મોરબીના શનાળા રોડ પરની નીતિનપાર્ક સોસાયટીના રહીશો આજે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી છે લત્તાવાસીઓના જણાવ્યા મુજબ તેની સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણી વિતરણના ધાંધિયા ચાલે છે અને અનિયમિત પાણી વિતરણને કારણે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે છતાં પરિણામ શૂન્ય છે જેથી લત્તાવાસીઓને રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડે છે તો લત્તાવાસીઓ પાલિકાના તમામ વેરા સમયસર ચુકાવતા હોવા છતાં પાણી પૂરું પાડવામાં આવતું નથી જેથી રોષ ફેલાયો છે અને અથ દિવસમાં પાણી મામલે કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે લોક સરકારના જીલ્લા ઇન્ચાર્જ યોગેશ રંગપડિયા લત્તાવાસીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતાઅને તત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી



