

મોરબી જલારામ મંદીર આયોજીત જલારામ પાર્ક પ્રેરિત મોરબી થી વીરપુર ની સર્વજ્ઞાતિય પદયાત્રા નો સંઘ જલારામ મંદીર મોરબી ખાતે થી રવાના થયો. જેમા ૧૦ મુસ્લીમ , પાટીદાર, હરીજન સહીત સર્વજ્ઞાતિ ના ૧૦૦ લોકો જોડાયા. પ્રસ્થાન સમારોહ મા ગીરીશ ભાઈ ઘેલાણી, રાજુભાઈ ગીરનારી, રમણીક લાલ ચંડીભમર, કાજલ બેન ચંડીભમર, હરીશ ભાઈ રાજા, ચંદ્રવદન ભાઈ પુજારા, જીતુ કોટક, નરેન્દ્રભાઈ રાચ્છ, વિપુલ પંડીત, મનોજ ચંદારાણા, દીનેશ ભાઈ સેતા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિવેક મીરાણી,અનીલ ભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ પોપટ સહીત ના લોહાણા સમાજ ના આગેવાનો જોડાયા હતા. પાસ આગેવાન મનોજભાઈ પનારા, વિજય ભાઈ સરડવા, પ્રભુ ભાઈ ભુત સહીત ના પાટીદાર આગેવાનો, હનીફ ભાઈ પાયક, મુનીર ભાઈ વાલેરા સહીત ના મુસ્લીમ સમાજ ના આગેવાનો જોડાયા હતા.
માર્કેટીંગ યાર્ડ ખાતે સતવારા સમાજ ના આગેવાન ખોડીયાર મિત્ર મંડળ ના પ્રમુખ ઘનશ્યામ ભાઈ પરમાર દ્વારા તેમજ બાયપાસ ખાતે પોપટ પરિવાર તરફ થી ઠંડીપીણા ની વ્યવસ્થા યોજવા મા આવી હતી. લજાઈ મુકામે રઘુવંશી યુવક મંડળ દ્વારા આઈસક્રીમ,ટંકારા મુકામે હનુમાન મંદીર ખાતે રાત્રી ભોજન, હરબટીયા જલારામ મંદીર ખાતે ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા યોજવામા આવી હતી. રતનપર રામજી મંદીર ખાતે બપોરે પ્રસાદ તેમજ રોકાણ, ત્યાર બાદ ગૌરીદળ ખેતલાઆપા ટી સ્ટોલ દ્વારા ચા પાણી ની વ્યવસ્થા, રાજકોટ મુકામે કચ્છી લોહાણા સમાજ તથા ભરતભાઈ જલીયાણ પરીવાર તરફ થી રહેવા જમવા ની વ્યવસ્થા ,રીબડા મુકામે જગતસિંહ જી બાપુ ની વાડી એ રહેવા જમવા ની વ્યવસ્થા, ગોંડલ મુકામે લોહાણા મહાજન દ્વારા રહેવા જમવા ની વ્યવસ્થા, તેમજ ચોરડી મુકામે ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીકો ને સંઘ તા-૨૪-૧૦-૨૦૧૭ ના રોજ વીરપુર પહોંચી પૂજ્ય જલારામ બાપા ના ચરણો મા વંદન કરી મોરબી પરત ફરશે.