મોરબી-રાજકોટ હાઈવે પર મગફળી ભરેલો ટ્રક પલટી મારી ગયો : ચાલકનો આબાદ બચાવ

મોરબી રાજકોટ હાઇવે પર ગત રાત્રીના સમયે મગફળી ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ હતી નહિ

છેલ્લા કેટલાય દિવસથી મોરબીના લોકો વરસાદ ની રાહ જોઈ રહ્યા હતા તેમાં મેઘરાજા ગઈકાલે મહેરબાન થતાં લોકોને ગરમીથી રાહત અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી પણ મોરબી – રાજકોટ હાઇવે જે અકસ્માત નો ઘર ગણવામાં આવે છે આ રોડ પર દરરોજ એક થી વધુ અકસ્માત થતા જ હોય છે અને જેમાં હાલ આ રોડ ને ફોરટ્રેક બનાવની કામગીરી હાથ ધરવમાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા નિયમોનો પાલન કર્યા વગર કામગીરી કરવમાં આવી રહી છે જેના લીધે અકસ્માતમાં પ્રમાણમાં વધારો થયો છે

ત્યારે ગત રાત્રીના વરસાદ હોવાના લીધે એક બસને બચવા જતા હળવદ થી મગફળી ભરેલો ટ્રક જૂનાગઢ તરફ જતો હતો તયારે લજાઈ નજીક પલટી મારી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પણ થાય તો જવાબદાર કોણ તે બાબતે તંત્ર દરકાર લેવા જેવી છે

Comments
Loading...
WhatsApp chat