Billboard ad 1150*250 Billboard ad 1150*250

હવામાન વિભાગની આગાહીને પગલે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મગફળી-કપાસની આવક બંધ

 

રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને મોરબીના માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ કપાસ અને મગફળી આવક બંધ કરવામાં આવેલ છે

મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદી જણાવે છે કે હવામાન વિભાગ દ્વારા તા. ૩૦-૧૧ થી તા. ૦૨-૧૨ સુધી ઝડપી પવન અને વધુ વરસાદની આગાહી હોય જેથી તા. ૦૧ અને ૦૨ ડીસેમ્બર એમ બે દિવસ કપાસ અને મગફળી આવક બંધ કરવામાં આવી છે અન્ય જણસની આવક રાબેતા મુજબ ચાલુ છે જેની તમામ લોકોએ નોંધ લેવી તેમજ એજન્ટ અને વેપારીઓએ પોતાનો માલ પલળે નહિ તેની તકેદારી રાખવા પણ યાર્ડની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat