


મોરબીના માંડલ ગામ પાસે આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી જતા લોકોને ટોળાં એ ટેન્કરમાંથી પેટ્રોલ લેવાનું શરૂ કર્યુ હતું અને બનાવની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી.
બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના માંડલ ગામ પાસ કોઈ કારણોસર એક ટેન્કર પલટી મારી ગયું હતું જોકે કોઇ જાનહાની થઈ હોય તેવા સમાચાર તો નથી પણ ટેન્કરમાં પેટ્રોલ હોવાથી લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ત્યાંથી લેવા માંડ્યા હતા અને પેટ્રોલ લોકો ઉઠાવી જાય તેવી ઘટના રોકવા તાકીદે તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી

