Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં આયોજિત ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો

લાયન્સ કલબ મોરબી નઝરબાગ અને સિટી દ્વારા ડાયાબિટિસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામા આવેલ જેમાં અંદાજે 343 લોકોનું ચેકઅપ કરવામા આવ્યું હતું અને સાત જેટલા દર્દીઓને 500 થી વધુ ડાયાબિટીસ આવતા વિશેષ તપાસ માટે ફરીથી બોલાવવામાં આવ્યા છે

રવાપર રોડ પરની ભાગવત કથામા કેમ્પનું આયોજન કરેલ જેમાં ડાયાબીટીસના દર્દીઓના ચેકઅપ કરવામાં આવેલ જે કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પ નું ઉદ્ઘાટન ડીસ્ટ્રીક્ટ ગવર્નર ચંદ્રકાંત દફ્તરી એ કરી અને કહેલ કે સમગ્ર ભારત મા લાયન્સ મેમ્બરો આજે ડાયાબિટીસ ચેક કરી અને વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યા છે

કેમ્પમાં ડો.જયેશ પટેલ અને ડૉ.મનીષ સોની અને સંદીપ દફતરીએ સેવા આપી હતી આ કેમ્પને સફળ બનાવા વીરેન્દ્ર પાટડીયા, રમેશ રૂપાલા, તુષાર દફતરી, ભાણજીભાઈ આદ્રોજા ફુલતરિયાભાઈ, મનીષ પારેખ, ધીરુભાઈ આદરોજા, મગુણીયા, જનકભાઈ હીરાની અને સુરાણી સહિતના મિત્રોનો સહકાર પ્રાપ્ત થયો હતો

Comments
Loading...
WhatsApp chat