


ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના સ્મરણાર્થે ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર યુવા મોરચા દ્વારા પંચાસર રોડ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો
ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો ૧૦૦ જેટલા દર્દીઓ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે મોરબી શહેર યુવા મોરચાના પ્રમુખ શિવમભાઇ પટેલ મંત્રી પરિમલ ઠક્કર, ઉપપ્રમુખ ગણેશ નકુમ, ભાવિકભાઈ જારિયા, વિક્રમભાઈ વાંક, યોગીરાજ સિંહ જાડેજા, મનીષભાઈ ઠાકર, નાગજીભાઈ વાશજારિયા હાજર રહ્યા હતા