Billboard ad 1150*250

મોરબીમાં ટીબી, ડાયાબીટીસ અને બીપી નિદાન કેમ્પનો દર્દીઓએ લાભ લીધો

0 126
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને મોરબી જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નાની વાવડી ખાતે ટીબી રક્તપિત્ત ડાયાબિટીસ તેમજ બીપી ના નિદાન માટે કેમ્પ યોજાયો. આ કેમ્પ માં ૬૦ જેટલા દર્દીઓના ડાયાબિટીસ, ટીબી, રક્તપિત્ત તેમજ બીપી ના લક્ષણોની ચકાસણી કરવામાં આવી હતી.

Post ad 2
Post ad 3

        વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “ટીબી મુક્ત ભારત ૨૦૨૫” મિશન અંતર્ગત વધુ ને વધુ દર્દીઓ ને લાભ મળે તે માટે આવી સામાજિક સંસ્થાઓ આગળ આવી આવા કેમ્પમાં સહકાર આપે. ભારતમાં દર દોઢ મિનિટે ટીબી ના કારણે 3 વ્યક્તિ ના મોત થાય છે.આ માટે સરકાર અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે તો આ રોગ ને કાબુ માં લઇ શકાય છે.ટીબી ના રોગો માટે લક્ષણો નિદાન તેમજ સારવાર અંગે ની સમજ આપી.જનજાગૃતિ અર્થે કામગીરી કરવા માં આવેલ હતી.મોરબી નાની વાવડી ના રહીશો અને પ્રજાજનો એ ડીવાઇન લાઈટ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ અને મોરબી ક્ષય કેન્દ્ર નો આભાર વ્યક્ત કર્યો.

        આ કેમ્પમાં ડો. પી. જી. ભટૃ -જિલ્લા ક્ષય અધિકારી, મોરબી, તેમજ ડીવાઇન લાઈટ સંસ્થા તરફ થી, પ્રમુખ ડો.ચિરાગ ચૌહાણ અને ડૉ. ચેતન ભીમણી, ડો. હિતેષભાઈ ભદ્રા -જિલ્લા એનસીડી સેલ-જનરલ હોસ્પિટલ, મોરબી,ગોસાઇ નિખીલભાઈ ટીબી સુપરવાઇઝર-જનરલ હોસ્પિટલ-,કલ્પેશભાઈ પાટડીયા-ટીબી સુપરવાઇઝર-મોરબી,ઘમેન્દ્ર વાઢેર-સ્કીન સુપરવાઇઝર,રાજેશ લાલવાણી-ફિલ્ડ કો-ઓડીનેટર સેવા આપી હતી.તેમજ યુવા આર્મી ના પિયુષ ભાઈ બોપલીયા એ કેમ્પમાં હાજરી આપી લોકો નો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાના અગ્રણી ડો. ચિરાગભાઈ ચૌહાણે કેમ્પને સફળ બનવવા જહેમત ઉઠાવી હતી 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat