મોરબીમાં ડાયાબીટીસ અને બીપી નિદાન કેમ્પનો દર્દીઓએ લાભ લીધો

ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે મોરબીના માધાપર વિસ્તાર તેમજ વાવડી ગામ ખાતે ફ્રી બીપી અને ડાયાબિટીસ નિદાન કેમ્પનું  આયોજન કરવા માં આવ્યું હતું. તેમજ ડાયાબિટીસ અંગે સમાજ માં જાગૃતિ અને સજાગતા વધે તે માટે લોકો ને સમજાવ્યા હતા. જેમાં એકંદરે 100 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો.

માધાપર મેઈન રોડ પર આવેલ સાર્વજનિક દવાખાના ખાતે કેમ્પમાં ડો. પ્રિયંકાબેન પટેલએ સેવા આપી હતી. તેમજ વાવડી ગામમાં ડો. દક્ષાબેન રાઠોડએ સેવા આપી હતી. આ બંને વિસ્તારના સ્થાનિકોએ સંસ્થાના કામને બિરદાવી હતી.

મોરબી જિલ્લાના તમામ નાના મોટા વિસ્તારોમાં જ્યાં સાક્ષરતા ઓછી છે ત્યાં એચ આઈ વી, ડાયાબિટીસ, થેલેસેમિયા બાળકો ના વિવિધ રોગો અને એનાથી બચવાના ઉપાય અને સ્વચ્છતા સહિતના મુદે લોક જાગૃતિના કાર્યોનું ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે તેમ સંસ્થા પ્રમુખ ડો. ચિરાગભાઈ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે 

Comments
Loading...
WhatsApp chat