

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે અને હાર્દિક પટેલના સમર્થનમાં વિવિધ સ્થળોએ ઉપવાસ આંદોલન શરુ થયા છે જેમાં આજે ટંકારાના લજાઈ ગામે પાટીદારોએ ઉપવાસ આંદોલન કર્યા હતા
ટંકારાના લજાઈ ગામના મંદિરે પાટીદારોએ આજે ઉપવાસ આંદોલન શરુ કર્યું છે જેમાં ૨૪ કલાક માટે પાટીદાર સમાજના યુવાનોએ ઉપવાસ કર્યા હતા અને હાર્દિક પટેલના આંદોલનને સમર્થન પૂરું પાડ્યું હતું પાટીદાર આંદોલન દરમિયાન મોરબી જીલ્લામાં હાર્દિક પટેલને જોરદાર સમર્થન મળ્યું હતું તો ટંકારામાં પાટીદારોએ ઉપવાસમાં જોડાઈને સમર્થન પૂરું પાડ્યું છે