માળિયાના સરવડ ગામે પાટીદાર પરિવારના વધુ એક ઘડિયા લગ્ન લેવાયા

માળિયાના સરવડ ગામાં પ્રન્જીવાનભાઈ અમરશીભાઈ ફૂલતરીયાના પુત્ર પીયુષની સગાઇ ધ્રોલ તાલુકાના માવાપરના ગિરધરભાઈ છગનભાઈ અઘેરાની દીકરી સાયલ સાથે સરવડના ભરતભાઈ અમરશીભાઈ ફૂલતરીયાના પુત્ર ચિરાગની સગાઇ જુના ઘાંટીલાના રમેશભાઈ વિડજાની દીકરી દર્શના સાથે સગાઇ ચુંદડી પ્રસંગે જ ઘડિયા લગ્ન યોજાયા હતા

સરવડ ગામની પાટીદાર સમાજની વાડી ખાતે ઘડિયા લગ્ન લેવાયા હતા જેમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર લગ્ન સમિતિના અગ્રણીઓ શિવલાલભાઈ ઓગણજા, ડો. મનુભાઈ કૈલા, ઈશ્વરભાઈ સબાપરા, કમલેશભાઈ કૈલા તેમજ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા

તો આ પ્રસંગે સરવડના વતની મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા તો ઘડિયા લગ્નના ટ્રેન્ડને આવકારનાર વાલીઓ સહિતનાને સંસ્થા અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat