Billboard ad 1150*250 Billboard ad 1150*250

પાટીદાર આંદોલન : બગથળા ગામે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો પ્રારંભ

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સારવાર પૂર્ણ કર્યા બાદ ફરીથી આંદોલનને વેગવંતુ બનાવવા ઉપવાસ આંદોલન શરુ કર્યા છે જેમાં આજે મોરબીના બગથળા ગામથી ઉપવાસ આંદોલનની સેકન્ડ ઇનિંગનો પ્રારંભ કર્યો છે

પાસ અગ્રણી હાર્દિક પટેલ ગત સાંજના સમયે મોરબીના નવાગામ આવી રાત્રી રોકાણ કર્યા બાદ આજે બાઈક અને કાર રેલી સાથે નવાગામથી બગથળા પહોંચ્યા હતા જ્યાં ઉપવાસી છાવણી સુધી પહોંચ્યા હતા જ્યાં પૂર્વ આપ નેતા કનુભાઈ કલસારીયા, પાસ અગ્રણી ગીતા પટેલ, મનોજ પનારા સહિતનાની હાજરીમાં ઉપવાસ શરુ કર્યા છે

તો આજે હાર્દિકના ઉપવાસને પગલે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી લીધો છે હાર્દિકના ઉપવાસને પગલે હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા છે ઉપવાસી છાવણી ઉપરાંત બગથળા ગામમાં જય સરદારનાં નારા ગુંજી રહ્યા છે ખેડૂતોની દેવામાફી, પાટીદારોને અનામત તેમજ અલ્પેશ સહિતના આંદોલનકારીની જેલમુક્તિ સહિતની માંગ સાથે ઉપવાસ આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat