



પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની આજે અમદાવાદમાં અટકાયત કરવામાં આવી હતી પ્રતીક ઉપવાસ કરી રહેલા હાર્દિક સહિતના સાથીદારોને પોલીસે ઝડપી લીધા બાદ મોરબીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી મોરબી પોલીસ એલર્ટ મોડ પર જોવા મળે છે
આજે અમદાવાદમાં હાર્દિક પટેલ અને તેના સાથીદારોની અટકાયત બાદ મોરબી પોલીસ એલર્ટ મોડ પર જોવા મળે છે અને તમામ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ પોલીસની ટિમો વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે હાલ મોરબીમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે અને તકેદારીના ભાગ રૂપે પોલીસ તૈનાત કરી હોવાનું એસપી જણાવી રહ્યાં છે જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે તમામ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ઉપરાંત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે
મોરબી પાસના આગેવાનો અમદાવાદ હોય જેની અટકાયત કરી હોવાની માહિતી સુત્રોમાંથી મળી રહી છે તો હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીની ધરપકડના વિરોધમાં હજુ સુધી કોઈ કાર્યક્રમની સત્તાવાર માહિતી મળી નથી પરંતુ સંભવિત કાર્યક્રમોને લઈને પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે



