

વાંકાનેર પટેલ સમાજની વાડી પાછળ જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેરમાં આવેલ પટેલ સમાજની વાડી પાછળ જાહેરમાં જુગાર રમતા ઉતમ વિનોદભાઈ મકવાણા, રાજેશ જીવાભાઈ ભાડાણીયા, દિલીપ ઉર્ફે દીપો સોમાભાઈ કોળી, કમલેશ જીવરાજભાઈ ભોજવિયા, મહેશ ધીરુભાઈ સીણોજીયા અને રાજેન્દ્રસિંહ ભરતસિંહ કારડીયાને રોકડ રકમ ૨૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.