કુંતાસી ગામે પટેલ આધેડને જાનથી મારી નાખવાની ધમકી



માળિયાના કુંતાસી ગામે પટેલ આધેડને આરોપીએ માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
કુંતાસી ગામના રહેવાસી હાલ મોરબી કેનાલ રોડ પર રહેતા હિમતભાઈ વલમજીભાઇ ભાડજા પટેલે (ઊવ ૫૦) ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી જયેશ દેવાયત બાબરિયા રહે. કુંતાસી વાળાએ ભૂંડા ગાળો બોલી લાકડી લઈને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

