મકનસર ગામ નજીક ટ્રેલર હડફેટે પટેલ આધેડનું મોત

 

મોરબી-વાંકાનેર હાઈવે પર વાહનોની હારમાળ સર્જાય છે ત્યારે અનેક અકસ્માતના બનાવો બનાવતા રહે છે આજે બપોરના સુમારે એક ટ્રેલર ચાલકે બાઈક સવારને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું ધટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના મકનસર ગામ નજીક બપોરના સુમારે ટ્રેલર આરજે ૧૯ જીસી ૧૪૨૪ એ બાઈક નંબર જીજે ૦૩ એફ એસ ૫૦૮૦ ના ચાલકને હડફેટે લીધો હતો અને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું ધટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસના તપાસનીશ અધિકારી નગીનદાસ નિમાવત અને રમેશભાઈ મુંધવા એ જણાવ્યું હતું કે મૃતકનું નામ અરવિદ રવજીભાઈ માકાસણા (ઉ.૪૨)  રહે-કુબેરનગર છે અને તેને બંધુનગર પાસે મોટર રીવાઈડીંગની દુકાન છે અને અરવિંદભાઈ પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરતા હોય દરમિયાન ટ્રેલર હડફેટે લીધા હતા અને તેનું ધટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat