ભીમનાથ મંદિર નજીક પટેલ યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસ દોડી ગઈ

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવ નજીક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ તથા પોલીસ અને ૧૦૮ની ટીમ ધટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ભીમનાથ મંદિર યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમના ઇકબાલભાઈ અને રાજુભાઈ સહિતની ટીમ ધટના સ્થળે પહોચી હતી અને મૃતક યુવાનની તપાસી લેતા તેના ખિસ્સામાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું હતું જેના પરથી મૃતક યુવાન ચાચાપરનો અમિત મનસુખભાઈ ભાલોડીયા હોવાનું જાણવા મળ્યું હતું.તો મૃતદેહની બાજુમાંથી ઝેરી દવાની બોટલ પણ આવી હતી.પરંતુ યુવાનને આપધાત કર્યો છે કે અન્ય કોઈ કારણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.તેમજ યુવાનને આપધાત કર્યો છે તો ક્યા કારણોસર કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે. મૃતદેહને પોલીસે પી.એમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat