

પાટીદાર અનામત આંદોલનકારી હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, મોરબીના પાસ અગ્રણી નીલેશ એરવાડિયા, અલ્પેશ પટેલ, દિનેશ પટેલ સહિતના આઠ આંદોલનકારીઓ સામે સરકારે રાજદ્રોહનો ગુન્હો લગાડીને જેલમાં ધકેલી દીધા હતા જે સમયે નીલેશ એરવાડીયાના ઘરે ગણપતિ સ્થાપન કરીને તમામ આંદોલનકારીઓની સુરક્ષા માટે વ્રત લેવામાં આવ્યું હતું અને તમામ સહી સલામત જેલમાંથી બહાર ના આવે ત્યાં સુધી વિસર્જન ના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ત્યારે હાલ તમામ આંદોલનકારીઓ જેલની બહાર છે જેથી આજે ગણેશ વિસર્જનનું આયોજન કરાયું હતું જેમાં પાસના આગેવાન હાર્દિક પટેલ, નીલેશ એરવાડીયા સહિતના જેલમાં ગયેલા યુવાનો, મોરબી પાસના મનોજ પનારા, સંજય અલગારી, સહિતનાની ઉપસ્થિતિમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. મોરબીથી પાસના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં શોભાયાત્રા યોજી હળવદ સુધી પહોંચ્યા હતા જ્યાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું અને ટીકર ખાતે સર્વધર્મ સંમેલન યોજવામાં આવેલ છે જેમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓ સંબોધન કરશે. આજે મોરબીમાં ભાજપની ગૌરવ યાત્રા પણ આવવાની હોય જે અંગે સવાલના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હૂત કે આજે હાર્દિક પટેલ બેટિંગ કરશે.