



મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ વયમર્યાદા નિવૃત થતા તેમજ એક પોલીસ કર્મચારીએ સ્વૈચ્છિક નિવૃત્તિને પગલે ચાર પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ASI સી.ડી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, ASI પ્રવીણસિંહ ઝાલા વયમર્યાદા નિવૃત થતા તેમજ ASI કિશોરભાઈ મેરજાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ચારેય પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં નિવૃત થયેલા કર્મચારીઓને વિદાયમાન આપવામાં આવી હતી અને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી



