Billboard ad 1150*250

મોરબીમાં વિશ્વ રક્તદાન દિવસે “રક્તદાન કરો જીવન બચાવો” પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લો

0 44

“વિશ્વ રક્તદાન દિવસ ” 14 જુન દુનિયાભર ના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે તથા વિશ્વ રક્તદાન દિવસ ઉજવવા નો એક મહત્વનો હેતુ, રક્તાદાન (Blood Transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. દરવર્ષે દેશમાં અંદાજે 10 લાખ જેટલા લોકો કૅન્સર જેવી ગંભીર બીમારીના ભોગ બને છે, જેના કારણે પણ લોહીની માંગ માં સતત વધારો થયે જાય છે.
ત્યારે મોરબી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ રક્તદાન દિવસે પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે જેમાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્ન નૉ જવાબ નો વિડીયો બનાવી નીચે આપેલ કોઈપણ એક (1) વોટસપ નંબર પર મોકલી આપૉ. 98249 12230 /87801 27202 / 97279 86386
કેટેગરી-1 (ધો 1,2,3,4)
કે-1 પ્રશ્ન:-લોહી નો રંગ કેવો હોય છે? શરીર માં ઈજા થાય અને લોહી નીકળેતો તમે શું કરશો ?
કેટેગરી-2 (ધો-5,6,7,8)
કે-2 ષ્રશ્ન :-લોહી નાં પ્રકાર કઈ રીતે પડે છે ?.સમજાવો
કેટેગરી -3 (ધો-9,10,11,12)
કે-3 પ્રશ્ન :-રક્તદાન પહેલાં અને રક્તદાન પછી શું શું કાળજી લેવી જરૂરી છે.
કેટેગરી -4 (કોલેજ સ્ટુડન્ટ,શિક્ષકમિત્રો તથા વાલીઓ)
કે-4 પ્રશ્ન :- રક્તદાન નાં ફાયદા જણાવો.
ઉપરોક્ત કેટેગરી મુજબ ઘરે બેઠાં પ્રશ્ન ને સમજાવતો વિડીયો બનાવી મોકલવાનો છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat