



મોરબી પરશુરામધામ ખાતે પદયાત્રીઓ માટે સેવાકેમ્પ
કચ્છમાં બિરાજમાન માં આશાપુરાના દર્શનાર્થે મોટી સંખ્યામાં પગપાળા પદયાત્રિકો જતા હોય છે તેના માટે મોરબીના રાજકોટ બાયપાસ, નવલખી રોડ ખાતે આવેલ પરશુરામધામ મુકામે સેવાકેમ્પનું આયોજન કરાયું છે, જેમાં રાત્રે સુવા તેમજ સવારે ચાપાણી નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પરશુરામધામ પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા ની યાદીમાં જણાવાયું છે.વધુ વિગતો માટે મો.૯૭૩૭૫ ૨૦૦૫૭ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે
મોરબીની વાવડી ચોકડીએ પદયાત્રીઓ માટે સેવાકેમ્પ
મોરબીના વાવડી ચોકડી પાસે નીતિ વિજય સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે નીતિ વિજય સેવા કેમ્પ છેલ્લા 24 વર્ષથી પદયાત્રીઓ માટે સેવ કેમ્પ યોજી રહ્યા છે રાજકોટ કંડલા બાયપાસ હાઇવે પર વાવડી ચોકડી પાસે ભગવતી હોલ ખાતે સેવાકેમ્પ યોજાઈ રહ્યો છે જેમાં પ્રવીણભાઈ પઢારીયા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે સેવાકેમ્પમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે રહેવા જમવા ઉપરાંત ન્હાવાની અને મેડિકલ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે



