કોણ છે સતવારા પરિણીતાને મરવા મજબુર કરનાર, જાણો કોની સામે ગુન્હો નોંધાયો

મૃતક મહિલા સામે બંને પુત્રીની હત્યાનો ગુન્હો

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા સતવારા પરિવારની પુત્રવધુને પ્રથમ એક દીકરી હતી જે સાડા ત્રણ વર્ષની હોય જેમાં શીતલબેન દયારામભાઈ પરમાર નામની ૨૬ વર્ષની પરિણીતાને ૧૩ દિવસ પૂર્વે બીજી દીકરીનો જન્મ થયો હતો જેના જન્મ બાદથી દીકરાની આશમાં ઝંખતા સાસરિયાઓને તે સારું નહિ લાગતા આજે સવારે સાસરિયાઓએ શીતલબેન પરમાર નામની પરિણીતા અને તેની સાડા ત્રણ વર્ષની દીકરી અને ૧૩ દિવસની દીકરી એ ત્રણેયને ખાટલા સાથે બાંધીને આગ લગાવી સળગાવી દીધા હોવાના આક્ષેપો મૃતક પરિણીતાના પિતાએ કર્યા હતા.જેમાં માતા અને ૧૩ દિવસની દીકરીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે સાડા ત્રણ વર્ષની ઝીન્ક્લને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી જ્યાં તેને પણ દમ તોડ્યો છે.

બે દીકરી સાથે માતાના મોત મામલે મૃતક મહિલાના ભાઈ અમરશીભાઈ જીણાભાઇ કણઝારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે શીતલબેનના પતિ દયારામ પરમાર, સસરા નરશી રવજી પરમાર અને સાસુ શારદાબેન પરમાર એ ત્રણેય તેને મ્હેણાં ટોણા મારી માનસિક ત્રાસ ગુજારતા તેની બહેને આપઘાત કર્યો હતો જયારે મૃતક પરિણીતાની નણંદ ઉર્મિલાબેન હડીયલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાભી મૃતક શીતલબેન પરમારે તેની બંને દીકરીઓને સળગાવી નાખી માસુમ દીકરીઓની હત્યા નીપજાવી હોય. પોલીસે પતિ,સાસુ અને સસરા સામે ૩૦૬ તેમજ ૧૪૪ મુજબ તેમજ મૃતક મહિલા વિરુદ્ધ ૩૦૨ કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. તેમજ ફરાર પતિ તેમજ સાસુ-સસરા પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી પણ પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઈ છે.

Comments
Loading...
WhatsApp chat