


રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની રહેવાસી અને મોરબી પરણીને સાસરે આવેલી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ બટુકભાઈ પરમાર, સસરા કલ્યાણજી પરમાર, સાસુ મુક્તાબેન, દિયર પ્રેમજીભાઈ અને ધનજીભાઈ, દેરાણી મીતલ ધનજી, બે નણંદ સોનલ અને માયા તથા પાડોશી આશાબેન મામી એ નવ શખ્શોએ દહેજ મામલે તેને મ્હેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો તેમજ તેનું કરિયાવર હડપ કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મોરબી બી ડીવીઝન પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે પતિ, સાસુ-સસરા સહિતના નવ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.