મોરબીના પાડાપુલ પરથી પરિણીતાએ લગાવી મોતની છલાંગ, પરંતુ…..

મોરબીનો પાડાપુલ પરથી શુક્રવારે સાંજના સમયે એક પરિણીતાએ પુલ પરથી કુદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે તેનો બચાવ થયો છે. અને પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે

મોરબીના રોહીદાસપરા વિસ્તારની રહેવાસી પ્રીતીબેન સંજયભાઈ મકવાણા (ઊવ ૨૦) નામની પરિણીતા સાંજના સમયે પુલ પરથી કુદી ગઈ હતી જોકે સદનસીબે પરિણીતાનો બચાવ થવા પામ્યો છે અને તેણે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે કારણ હજુ અકબંધ છે તો પરિણીતાએ મોતની છલાંગ લગાવતા સતત ધમધમતો પુલ થોડીવાર માટે વાહનો રોકાઈ ગયા હતા

Comments
Loading...
WhatsApp chat