પરિણીતાને નાની નાની બાબતે ઝઘડા કરી ત્રાસ આપ્યાની ફરિયાદ

રાજકોટ જીલ્લાના પડધરી તાલુકામાં પરણીને સાસરે ગયેલી પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરિયાઓએ નાની નાની બાબતે ઝઘડાઓ કરીને ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

હાલ ટંકારાનાં હડમતીયાની રહેવાસી રેખાબેન હર્ષદભાઈ ચૌહાણ નામની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ હર્ષદ ચૌહાણ, સસરા ભલાભાઈ ચૌહાણ, સાસુ ભાનુબેન ચૌહાણ, દાદાજી સસરા રામજીભાઈ ચૌહાણ અને નણંદ નયનાબેન ચૌહાણ રહે બધા ખાખરાબેલા તા પડધરી વાળાએ નાની નાની બાબતે ઝઘડા કરી ગાળો બોલી મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat