મોરબીમાં ડોક્ટર્સ ડે નિમિતે બાળઉછેરની સમજ આપવા પેરેન્ટિંગ સેમીનાર યોજાયો

ધારાસભ્ય, ડોક્ટર્સ, શિક્ષકોએ આપી સેમીનારમાં હાજરી

આજે ઈન્ટરનેશનલ ડોક્ટર્સ ડે નિમિતે મોરબી એશોશિયેશન ઓફ પિડીયાટ્રીસિયન્સ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે પેરેન્ટીંગ સ્કીલ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૨૧ મી સદીમા બાળકો ને કઈ રીતે શશક્ત બનાવવા તેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામા ડોક્ટર્સ, શિક્ષકો, સામાજીક કાર્યકરો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ગુજરાત એ.ઓ.પી. પ્રેસિડન્ટ ડો. નિશ્ચલ ભટ્ટ, ડો. નિમાબેન સિતાપરા (હીપ્નોથેરાપિસ્ટ- ટીનએજ સ્પેશીયાલીસ્ટ), ડો. મિલન ભાઈ રોકડ ( ચાઈલ્ડ ન્યુરો સાઈક્યાટ્રીસ્ટ) તેમજ ડો જાવડેકર ( એમ.ડી. સાઈક્યાટ્રીસ્ટ- બરોડા) સહીતના પ્રખર વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓ એ ૨૧ મી સદી મા બાળક ને કેવી રીતે પ્રફુલ્લીત તેમજ વિકસીત બનાવવુ, કીશોર વયના બાળકોને થતી સમસ્યાઓનુ માતા- પિતા દ્વારા કઈ રીતે સમાધાન કરવુ, બાળકો ને લગતી મનો વૈજ્ઞાનિક સમસ્યાઓ જેવીકે માનસિક તાણ, ડીપ્રેશન, ગમગીની, ધુન રોગ સહીતની સમજણ તેમજ માર્ગદર્શન અને તેના ઉપાયો, બાળ સમતોલ આહાર, શાળાકીય કારકીર્દીનુ સંચાલન સહીતની બાબતો પર માર્ગદર્શન આપ્યુ હતુ.

તે ઉપરાંત માતા પિતા અને બાળક વચ્ચેનુ અંતર કઈ રીતે ઘટી શકે તેમજ બાળકોના માનસ તેમજ મનને કઈ રીતે ઓળખવુ તે અંગેનુ સવિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ. તે ઉપરાંત બાળ સમતોલ આહાર કે જેથી બાળકો ની તંદુરસ્તી જળવાય રહે તે વિશે જણાવ્યુ હતુ.

આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ડો. સતિષભાઈ પટેલ, આસિ. કલેક્ટર અનિલ ગોસ્વામી, શિક્ષક સંઘ પ્રમુખ મનોજભાઈ ઓગણજા, પી.ડી. કાંજીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી એસોશિયેશન્સ ઓફ પિડીયાટ્રીસિયન્સ ના પ્રેસિડન્ટ- ડો. દીનેશભાઈ પટેલ, સેક્રેટરી- ડો. મનિષભાઈ સનારીયા, ટ્રેજરર ડો. સંદીપભાઈ મોરી સહીતના બાળરોગના નિષ્ણાંત ડોક્ટર્સએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat