પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મંગળવારે ફૂલસ્કેપ ચોપડા વિતરણ

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારના બાળકો માટે ફૂલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તા. ૧૭ ને મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે અને બપોરે ૨ થી ૬ કલાકે ગાયત્રી મંદિર વાઘપરા શેરી નં ૧૪ ખાતે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે જેનો લાભ લેવા ભૂદેવ પરિવારના બાળકોએ છેલ્લા માર્કશીટ લઈને આવવા માટે જણાવ્યું છે. ભૂદેવ પરિવારોએ લાભ લેવા પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ ધ્યાનેશ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્ર જોષીની યાદીમાં જણાવ્યું છે.

પરશુરામ ધામ ખાતે મહાઆરતી-મહાપ્રસાદ

પરશુરામધામ ટ્રસ્ટ મોરબી દ્વારા પરશુરામ ધામ (દાદા) ના પટાંગણમાં તા. ૧૫-૦૭ ને રવિવારે સાંજે મહા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો દરેક ભૂદેવ પરિવારે લાભ લેવા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ અને પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat