

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બે માસ પૂર્વે લેવાયેલી માધ્યમિક શિક્ષકો માટેની ટાટની પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મુદ્દે પ્રાથમિક તપાસમાં પેપર ખરેખર લીક થયાનું જણાઈ આવ્યા બાદ પરીક્ષા બોર્ડના સચિવે અરવલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ અંગે પોલીસે મોરબીના ઉમેદવાર સહીત તેની સાથે સંકળાયેલા સામે ગુન્હો નોંધી તાપસ ચલાવી છે તો સમગ્ર કેસની વધુ તપાસ એલસીબી ટીમને સોંપવામાં આવી છે
શિક્ષણ જગતમાં ચકચારી અને શરમજનક ઘટનાની મળતી માહિતી મુજબ ગત તા. 29 જુલાઈએ પરીક્ષા પુરી થયાના થોડા દિવસ બાદ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષને લેખિત ફરિયાદ કરીને રજુઆત કરી હતી જેમાં પરીક્ષાના એક દિવસ પૂર્વે પેપર લીક થયું હતું જેમાં અરવલ્લી તેમજ ખેડાના શિક્ષકો સંકળાયેલા હોય અને પેપર અગાઉથી લીક કરી અનેક ઉમેદવારોને સોલ્વ કરી દેવાયું હતું જે ફરિયાદને પગલે રાજ્ય પરીક્ષા બોર્ડે અરવલ્લી જિલ્લા પોલીસમાં ફરિયાદ કરી હતી જેને પગલે અરવલ્લી પોલીસ છેલ્લા બે માસથી તપાસ ચલાવતી હોય જેમાં પોલીસે જપટ્ટ કરેલ મોબાઈલ અને અન્ય રેકર્ડના આધારે મોરબીમાંથી પેપર લીક થયું હોવાનું પુરવાર થયું હતું
મોરબીના ઉમેદવાર ભાવેશ ઉર્ફે ભાઇલાલભાઈ સુળીયા સામે ગુન્હો નોંધ્યો છે આ ઉમેદવારે પરીક્ષાના દિવસે સવારે 10 : 25 કલાકે બોટાદ જિલ્લાના ગઠડીયા ગામના રસિક સુલજાના મોબાઈલ પર હિન્દી વિષયનું પ્રશ્નપત્ર વ્હોટ્સ એપ પર મોકલ્યું હતું અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે ગઈકાલે રાત્રે કરેલી ફરિયાદ બાદ આ કેસમાં મોડાસા ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી તેમજ ઠગાઈ નો ગુન્હો નોંધી એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ અરવલ્લી એલસીબી ટિમ ચલાવી રહી છે