

યુવાને આપઘાત ક્યાં કારણોસર કર્યો તે દિશામાં તપાસ
મોરબીના ન્યુ પેલેસ નજીકથી એક પંજાબી યુવાનનો મૃતદેહ મળી આવતા બી ડીવીઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ન્યુ પેલેસ નજીક મૃતદેહ હોવાની માહિતીને પગલે બી ડીવીઝન પીએસઆઈ બી યુ સોઢાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ ચલાવી હતી જેમાં મૃતક યુવાન પાસેથી મળેલા આઈકાર્ડને આધારે યુવાન જગદીશસિંગ ધરમસિંગ સુનોપારા રહે ઉધનાગાર અમૃતસર પંજાબ વાળો હોવાનું ખુલ્યું છે
તો મૃતક યુવાન કંપનીમાં નોકરી કરતો હોય જે છોડી ૧૦-૧૨ દિવસ પૂર્વે પંજાબમાં પોતાના ઘરેથી નીકળી ગયાની માહિતી સુત્રોમાંથી મળી છે યુવાને દવા પી આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બી ડીવીઝન પોલીસે પરિવારને જાણ કરતા પરિવાર મોરબી આવવા રવાના થયો છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે